Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ ફલાવર શો-2019ને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો

Live TV

X
  • 7.5 લાખ કરતાં વધુ ફૂલોના ઉપયોગથી વિવિધ પ્રતિકૃતિઓનું સર્જન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ અમદાવાદ ફ્લાવર શો 2019ને અમદાવાદની આગવી ઓળખ સમાન અને અમદાવાદની શોભામાં અભિવૃદ્ધિ કરનાર ગણાવ્યો હતો...તેમજ તેમણે કહ્યું કે, સાડા સાત લાખ ફૂલો સાથેનો આ નયનરમ્ય ફ્લાવર શો રિવરફ્રન્ટની અનેરી આભા ઉપસાવશે...

    અમદાવાદના શહેરીજનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવા ફલાવર શો-2019ને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો....દરવર્ષ કરતાં આ વર્ષે ફ્લાવર શો ડબલ વિસ્તારમાં યોજાઈ રહ્યો છે. જેમાં 7.5 લાખ કરતાં વધુ ફૂલોના ઉપયોગથી વિવિધ પ્રતિકૃતિઓનું સર્જન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ અમદાવાદ ફ્લાવર શો 2019ને અમદાવાદની આગવી ઓળખ સમાન અને અમદાવાદની શોભામાં અભિવૃદ્ધિ કરનાર ગણાવ્યો હતો...તેમજ તેમણે કહ્યું કે, સાડા સાત લાખ ફૂલો સાથેનો આ નયનરમ્ય ફ્લાવર શો રિવરફ્રન્ટની અનેરી આભા ઉપસાવશે...

    આ વર્ષે યોજાયેલા ફ્લાવર શોમાં બુલેટ ટ્રેન, સી-પ્લેન, બાર્બી ડોલ, ગાંધીજીના ચશ્મા, યુનિવર્સ, હરણ, મોર સહિતની નયનરમ્ય પ્રતિકૃતિઓનું નિર્માણ કરી પ્રદર્શિત કરવામાં આવી છે...આ ઉપરાંત ફ્લાવર શોમાં લાઈવ કિચન ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર રહેશે..જેમાં 200 ચોરસ મીટરની જગ્યામાં 300થી વધુ માટીના કુંડા મૂકી તેમાં શાકભાજી અને ફળના રોપા કેવી રીતે ઉછેરી શકાય તે સમજાવવામાં આવશે...

    ફ્લાવર શોમાં ફોટોગ્રાફી માટે ખાસ સેલ્ફી પોઈન્ટ પણ ઉભા કરવામાં આવશે. જેમાં ફૂલોમાંથી બનાવેલા પાંડા તથા હાર્ટ શેપનો સમાવેશ થાય છે. જેથી ફ્લાવર શો શહેરીજનોમાં ભારે લોકપ્રિય બન્યો છે. મહત્વનું છે કે, ગતવર્ષે 15 થી 20 લાખ લોકો ફ્લાવર શોને નિહાળવા ઉમટ્યા હતા...ત્યારે આ વર્ષે પણ લાખો શોખીનો નયનરમ્ય નજારાને માણે તો નવાઈ નહી....

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply