Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રીની ઉઝબેકિસ્તાનના અન્દીજાન રિજીયનના મુખ્યમંત્રી શ્રીયુત શુખરત અબ્દુરાખોમ્નોવે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી

Live TV

X
  • 18મી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી વાયબ્રન્ટ સમિટની 9મી એડિશનમાં સહભાગી થવા તેઓ ગુજરાત આવેલા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અન્દીજાન રિજીયનના મુખ્યમંત્રીશ્રી તેમના પરંપરાગત ઉઝબેકિસ્તાનની પોષાક, કેપ, બેલ્ટ અને બેઝ તથા તલવારથી સ્વાગત કર્યું હતું.

    મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉઝબેકિસ્તાનના અન્દીજાન રિજીયનના મુખ્યમંત્રી શ્રીયુત શુખરત અબ્દુરાખોમ્નોવે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી. 18મી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી વાયબ્રન્ટ સમિટની 9મી એડિશનમાં સહભાગી થવા તેઓ ગુજરાત આવેલા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અન્દીજાન રિજીયનના મુખ્યમંત્રીશ્રી તેમના પરંપરાગત ઉઝબેકિસ્તાનની પોષાક, કેપ, બેલ્ટ અને બેઝ તથા તલવારથી સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીયુત શુખરતે ગુજરાતના સર્વગ્રાહી વિકાસથી પ્રભાવિત થતાં કહ્યું કે, ઉઝેબેકિસ્તાન અને અન્દીજાન રીજીયનને આમાંથી પ્રેરણા મળી છે. તેમણે ગુજરાતના મુખ્યમંત્રીને ઉઝબેકિસ્તાનમાં તેમનાં પ્રાંતની મુલાકાત લેવા નિમંત્રણ પણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ પણ આ વર્ષની વાયબ્રન્ટ સમિટમાં ઉઝબેકિસ્તાન પાર્ટનર કન્ટ્રી બન્યું છે, તેનો આભાર વ્યક્ત કરતાં ઉઝબેકિસ્તાનની કૌશલ્યતાનો લાભ ગુજરાતને મળશે તેવી અપેક્ષા દર્શાવી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply