પ્રધાનમંત્રી સેલવાસમાં મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 19 જાન્યુઆરીના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ ખાતે સાયલી પોલીસ ટ્રેનીંગ કોલેજ ખાતે જાહેર સભાને સંબોધશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 19 જાન્યુઆરીના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ ખાતે સાયલી પોલીસ ટ્રેનીંગ કોલેજ ખાતે જાહેર સભાને સંબોધશે. સાથે જ ત્રણેય સંઘ પ્રદેશ દીવ, દમણ અને સેલવાસમાં મેડિકલ કૉલેજ ખાતમુહૂર્ત , રિવરફ્રન્ટ, રિંગરોડ અને પાલિકાના નવા ભવન સહિતના કુલ 1500 કરોડ રૂપિયાનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી સેલવાસની મુલાકાતે આવનારા હોઇ કાર્યક્રમની તૈયારીઓની પ્રશાસક પ્રફુલ્લભાઇ પટેલ અને એસ.પી.જી. અધિકારીઓએ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું.
