અમદાવાદમાં શોપિંગ ફેસ્ટીવલનું વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે લોકાર્પણ
Live TV
-
18 થી 28 જાન્યુઆરી સુધી ચાલનારા આ શોપિંગ ફેસ્ટીવલનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે...દેશમાં સૌપ્રથમ વખત યોજાયેલા આ ફિસ્ટીવલને કારણે ગ્રાહકોને તો લાભ થશ જ પરંતુ એક જ સ્થળ પર તમામ વસ્તુઓ ઉપલબ્ધ બનશે.
દુબઇ શોપિંગ ફેસ્ટીવલની તર્જ પર જ અમદાવાદમાં શોપિંગ ફેસ્ટીવલ યોજાઇ રહ્યો છે.. 18 થી 28 જાન્યુઆરી સુધી ચાલનારા આ શોપિંગ ફેસ્ટીવલનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે...દેશમાં સૌપ્રથમ વખત યોજાયેલા આ ફિસ્ટીવલને કારણે ગ્રાહકોને તો લાભ થશ જ પરંતુ એક જ સ્થળ પર તમામ વસ્તુઓ ઉપલબ્ધ બનશે.
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર અને અમદાવાદના તમામ દુકાનદારો પણ શોપિંગ ફેસ્ટીવલમાં સામેલ થયાં છે.. ત્યારે અમદાવાદના બજારનો માહોલ જ કંઇક અલગ છે...શોપિંગ ફેસ્ટીવલની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચુકી છે અને પ્રધાનમંત્રી દ્વારા કરનારા ઉદઘાટનની જ રાહ જોવામા આવી રહી છે.
વેપારીઓ માટે આ રૂડો અવસર એટલા માટે છે કે અહીં છુટ્ટક વેપારનો ઘણો મોટો મોકો છે.. ફક્ત અમદાવાદના ગ્રાહકો જ નહીં પરંતુ દેશવિદેશથી આવનારા મહેમાનોને લીધે પણ માર્કેટ અપ બનશે..
ફક્ત શોપિંગ ફેસ્ટીવલ જ નહી પરંતુ એને પૂરક અનેક પ્રવૃત્તિ પણ યોજાનારી છે.... જેમકે હસ્તકળા કારીગરી મેળો, મહિલા ઉદ્યોગસાહસિક મિટ,,જેવી અન્ય પ્રવૃત્તિઓને કારણે પણ વધુ ચળકાટ જોવા મળશે..
અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલને વધુ અસરકારક અને પરિણામલક્ષી બનાવવા માટે વિવિધ ઓફર, ડિસ્કાઉન્ટ અને સમયાંતરે પ્રાઇઝની પણ જાહેરાત કરવામાં આવી રહી છે . અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલનો એકમાત્ર ઉદ્દેશ્ય તમામ વેપારીઓને એક મંચ પર લાવવા અને તેમને વધુ બહોળા પ્રમાણમાં માર્કેટ મળી રહે જેનાથી તેમનો વેપાર વધુ સરસ બને અને ગુજરાતનું અર્થકારણ બળવત્તર બને...
