Skip to main content
Settings Settings for Dark

આધુનિક સુવિધાઓથી સજ્જ VS હોસ્પિટસનું પ્રધાનમંત્રી કરશે લોકાર્પણ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 17 જાન્યુઆરીના રોજ સરદાર વલ્લભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલનું ઉદ્ધઘાટન કરશે..વી એસ હોસ્પિટલના કેમ્પસમાં આકાર પામેલી આ હોસ્પિટલ એકમાત્ર એર એમ્બુલન્સની સુવિધા ધરાવતી સરકારી હોસ્પિટલ બની રહેશે.

    રાજ્યના ગરીબ તેમજ મધ્યમવર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલ કરતાં પણ ઉચ્ચકક્ષાની અત્યાધુનિક સારવાર મળશે..જી હાં,,,અમદાવાદની જૂની અને જાણીતી વી એસ હોસ્પિટલને આધુનિક મેડીકલ સુવિધાઓથી સજ્જ કરાઈ છે...આંતરરાષ્ટ્રીય સ્તરની સ્વાસ્થ્ય સેવાઓ ધરાવતી આ હોસ્પિટલનું આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોટી લોકાર્પણ કરશે. અમદાવાદ શહેરમાં વર્લ્ડ ક્લાસ આરોગ્ય સેવા મળી રહે તેવા આશય સાથે વીએસ હોસ્પિટલને આધુનિક સુવિધાઓથી સજ્જ કરાઈ છે. જી હાં...સાબરમતી નદીના કિનારે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ મલ્ટી હોસ્પિટલમાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ મળશે. એક લાખ 10 હજાર ચોરસ મીટર વિસ્તારમાં આકાર પામેલી આ હોસ્પિટલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે..પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 17 જાન્યુઆરીના રોજ સરદાર વલ્લભાઇ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલનું ઉદ્ધઘાટન કરશે..વી એસ હોસ્પિટલના કેમ્પસમાં આકાર પામેલી આ હોસ્પિટલ એકમાત્ર એર એમ્બુલન્સની સુવિધા ધરાવતી સરકારી હોસ્પિટલ બની રહેશે.

    હોસ્પિટલની ખાસિયત પર એક નજર કરીએ તો...રાજ્ય સરકાર અને એએમસીના સંયુક્ત સાહસથી રૂપિયા 750 કરોડના ખર્ચે 17 માળની ગગનચુંબી હોસ્પિટલનું નિર્માણ થયું છે. 1500 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં આધુનિક ઓપીડી વિભાગ આ સાથે 1300 જેટલા બેડ જનરલ વોર્ડ માટે અપાઈ છે. જ્યારે એક્ઝુક્યુટીવ ક્લાસ માટે 200 બેડની સુવિધા અપાઈ છે. હોસ્પિટલમાં 32 જેટલા ઓપરેશન થિયેટર કાર્યરત હશે. તો અહીં સારવાર માટે આવતા દર્દીઓને તેમનો મેડિકલ રેકોર્ડ નંબર પણ મળશે. વર્લ્ડક્લાસ સ્વાસ્થ્ય સેવાઓ સાથે હોસ્પિટલ સંપૂર્ણ ડીજીટલ હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply