અમદાવાદ બુક ક્લબ દ્વારા "એન ઇવનિંગ વિથ સુમંત બત્રા"ના સમારોહનુ આયોજન કરવામાં આવ્યું.
Live TV
-
અમદાવાદ બુક ક્લબ દ્વારા "એન ઇવનિંગ વિથ સુમંત બત્રા"ના સમારોહનુ આયોજન કરવામાં આવ્યું.
આ સમારોહમાં, લેખક સુમંત બત્રાની બુક "અનારકલી"નું વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રખ્યાત લેખક સુમંત બત્રાએ તેમના નવીનતમ પુસ્તક "અનારકલી" પર ચર્ચા કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સુમંત બત્રાએ વ્યક્તિગત ટુચકાઓ, તેમના લેખન પાછળની સર્જનાત્મક પ્રક્રિયા અને તેમના વર્ણનને આકાર આપનાર ઐતિહાસિક અને સાંસ્કૃતિક પ્રભાવો શેર કર્યા હતા. તેમની સ્ટોરી ટેલિંગ અને ઊંડી આંતરદૃષ્ટિએ ઉપસ્થિત લોકોને આકર્ષિત કર્યા હતા. લાઈવ પેનલ ડિસ્કશનમાં લેખનકાર્ય અંગે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.
પોતાના પુસ્તક અંગે અભિપ્રાય આપતા લેખક સુમંત બત્રા એ જણાવ્યું હતું કે, " આ પુસ્તકમાં મહિલા -અનારકલની આસપાસની પઝલ ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે, જેની સિલુએટ આપણે બધા જાણીએ છીએ, તેણીને એક ઓળખ, એક નામ, એક કુટુંબ અને એક દુ:ખદ પ્રેમ સંબંધથી આગળનું જીવન આપે છે. અને ત્યારબાદ જે ઉભરી આવે છે તે એક ફ્રેશ અને આકર્ષક ગાથા છે, જેમાં એક મહિલાને મુઘલ સામ્રાજ્યમાં સામાજિક માળખામાં નકારાત્મક કરવામાં અને તેની ઈચ્છાઓ વ્યક્ત ન કરવાના પરિણામોનો સામનો કરવાનો અનુભવ દર્શાવવામાં આવ્યો છે.".આ કાર્યક્રમમાં સાહિત્ય રસિકોના વિવિધ જૂથે હાજરી આપી હતી, જેમાં પ્રેસના સભ્યો, વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને ઉત્સુક વાચકો હાજર હતા.