Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
અમદાવાદ : મતદાન જાગૃતિ માટે અલગ અલગ સ્થળોએ લોકોને જાગૃત કરાયા | DD News Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ : મતદાન જાગૃતિ માટે અલગ અલગ સ્થળોએ લોકોને જાગૃત કરાયા

Live TV

X
  • લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદાનના લક્ષ્યને પાર પાડવા ચૂંટણી તંત્ર દ્વારા તૈયાર કરાયેલા Turnout Implementation  Plan - TIP- 2024 અંતર્ગત સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં ફૂડ વિભાગના એફ.એસ.ઓ. દ્વારા તા.23.04.2024ના રોજ ઓઢવ, વસ્ત્રાલ વોર્ડમાં આવેલ હોટેલ, રેસ્ટોરન્ટ, ફૂડ કોર્ટ સાથે સંકળાયેલા વેપારીઓને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

    આ ઉપરાંત  મતદાન જાગૃતિ અંતર્ગત આંગણવાડીઓ દ્વારા ચાલતી SVEEPની પ્રવૃતિમાં 2128 આંગણવાડીમાં રંગોળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ 8728 લોકોએ રંગોળી તૈયાર કરવામાં ભાગ લીધો. 

    સાથોસાથ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા મતદાન જાગૃતિ માટે જિલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં ઘર મુલાકાત અને સામુહિક શપથ કાર્યક્રમ યોજવામાં આવ્યા. જેમાં આંગણવાડી કાર્યકર અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી 106સોસાયટી અને ફળિયા વિસ્તારની મુલાકાત જેમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યા. જેમાં 4870થી વધારે લોકો સહભાગી બન્યા હતા.

    નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા પણ  SVEEP અંતર્ગત સામુહિક મતદાન શપથની પ્રવૃત્તિ કરવામાં આવી છે, જેમાં કુલ 30,030 વ્યક્તિઓએ ભાગ લીધો. 

    જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અમદાવાદ શહેર દ્વારા મતદાન જાગૃતિ સબબ સામુહિક શપથની કામગીરીમાં અંદાજે 339 શાળાઓમાં 37,080 વિદ્યાર્થીઓ, 3240 શિક્ષકો અને અને 2240 જેટલા વાલીઓ સામેલ થયા હતા અને 5500 સંકલ્પપત્રોનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું.

    જિલ્લા શિક્ષણાધિકારી, અમદાવાદ ગ્રામ્ય દ્વારા SVEEP અંતર્ગત અસરકારક કાર્યવાહી કરવાના હેતુસર વિરમગામ, ધોળકા અને ધંધુકા ખાતે અનુદાનિત અને બિનઅનુદાનિત 257 શાળાઓના સંચાલકો સાથે MOU કરવામાં આવ્યા. 15 ડેઝ એક્ટિવિટી અંતર્ગત એક દિવસમાં 304 શાળાઓમાં 40659 વિદ્યાર્થીઓએ તેમના વાલીઓને મતદાન જાગૃતિ માટે શપથ લેવડાવ્યા હતા.

    આ ઉપરાંત સ્કૂલ બોર્ડ અમદાવાદ દ્વારા ભૂતકાળમાં 50 ટકા કે તેથી ઓછુ મતદાન હોય તેવી 40 સોસાયટીની મુલાકાત લીધી અને પુરુષ- સ્ત્રી મતદાનમાં 10 ટકા કે તેથી વધુ તફાવતવાળી 35 સોસાયટીની મુલાકાત લીધી અને મતદાન જાગૃતિ અંગે બેઠક કરી મહત્તમ મતદાન થાય તે માટે સમજ આપી, વોટર અવેરનેસ ફોરમ ફિલ્મ દર્શાવવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply