Skip to main content
Settings Settings for Dark

બનાસકાંઠા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ડીસા તાલુકાના શેરપુરા ગામે સોમારપુરીજી મહારાજ ગૌશાળાના રજતજયંતી મહોત્સવમાં ભાગ લીધો

Live TV

X
  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની  ઉપસ્થિતિમાં આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના શેરપુરા ગામે શ્રી સોમારપુરીજી મહારાજ ગૌશાળાનો રજતજયંતી મહોત્સવ ઉજવાયો હતો. 

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઇને દેશને પોષણયુક્ત અનાજ-પાક મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતો પશુપાલકોને અનુરોધ કર્યો હતો.

    આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ખેતીમાં વધી રહેલ યુરિયા, ડી.એ.પી અને જંતુનાશકોના વપરાશથી જમીન તેની ફળદ્રુપતા ગુમાવી રહી છે, જમીનમાં રહેલ પોષક તત્વો ઘટી રહ્યા છે. ધરતી માતાની પોતાની તાકાત ઘટી રહી છે, તો આપણને શું તાકાત આપશે? 

    ધરતીમાં રહેલ પોષકતત્વો નાશ પામવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી રહી છે અને કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક, કિડની સંબધિત બીમારીઓ વધી રહી છે. યુવાનો અને નાના બાળકો આજે હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. ત્યારે કૃષિ ઉત્પાદનોમાં પોષક તત્વો પાછાં મળે તેમજ નાગરિકોને સ્વાસ્થ્યપ્રદ જીવન મળે તે માટે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર અસરકારક ઉપાય છે.

    રાજ્યપાલે વધુંમાં જણાવ્યું હતું કે, વેદોમાં ગાયને સમસ્ત વિશ્વની માતા કહી છે, જ્યારથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારથી ગાય અમૃતમય દૂધ આપે છે. વૈજ્ઞાનિક સંશોધનમાં પુરવાર થયું છે કે, વિદેશી જર્સી ગાયના દૂધથી ગુસ્સો આવે છે, હાયપરટેન્શન વધે છે જ્યારે આપણી દેશી ગાયનું દૂધ બુદ્ધિ અને શરીર માટે સર્વોત્તમ છે. 

    આગામી સમયમાં ગુજરાતની ગૌશાળાઓ પ્રાકૃતિક કૃષિના  કેન્દ્રો બનશે એમ જણાવી પશુપાલકોને ગૌ આધારિત ખેતી અપનાવવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અપીલ કરી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2024 Max Temp : °C Min Temp : °C
apply