Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ: મેઘરાજાની બેટિંગ વચ્ચે ફાયર વિભાગ સતત સક્રિય, બે દિવસમાં 132 ઇમરજન્સી કોલ સફળતાપૂર્વક હલ

Live TV

X
  • અમદાવાદ શહેરમાં ભારે વરસાદની સ્થિતિને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ 24 કલાક સજ્જ રહી નાગરિકોની સુરક્ષા માટે ખડેપગે કામ કરી રહ્યું છે.

    તા. 23 જુલાઈથી તા.24 જુલાઈ સવાર સુધીમાં ફાયર વિભાગને કુલ 132 ઇમરજન્સી કોલ મળ્યા હતા, જે તમામ પર ત્વરિત કાર્યવાહી કરવામાં આવી છે.આ કોલ્સમાં 36 રેસ્ક્યૂ ઓપરેશન, 16 મકાન કે માળખા ધરાશાયી થવાની ઘટનાઓ, 53 વૃક્ષો પડવાના બનાવો અને 27 ફાયર કોલનો સમાવેશ થાય છે.વેસ્ટ, સાઉથ-વેસ્ટ અને નોર્થ-વેસ્ટ ઝોનમાં વૃક્ષો પડવા અને રેસ્ક્યૂના સૌથી વધુ બનાવો નોંધાયા હતા, જ્યાં ફાયર ટીમોએ તાત્કાલિક પહોંચીને રસ્તા ખુલ્લા કર્યા હતા અને નાગરિકોને સુરક્ષા પૂરી પાડી હતી.ભારે વરસાદ વચ્ચે પણ ફાયર વિભાગે સતત ખડેપગે રહીને સમયસર રાહત અને બચાવ કામગીરી પૂરી પાડી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-07-2026 Max Temp : °C Min Temp : °C
apply