Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિભાગોની વડોદરા મહાનગરપાલિકાની ટીમે લીધી મુલાકાત

Live TV

X
  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની  વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓએ મુલાકાત લીધી હતી.

    આ મુલાકાતનો મુખ્ય હેતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સ્વિમિંગ પૂલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લાઇબ્રેરી તથા ઓડિટોરિયમ જેવા વિવિધ સુવિધાઓના સંચાલન અને મેનેજમેન્ટની પદ્ધતિનો અભ્યાસ કરવાનો હતો. આ મુલાકાત દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિભાગ દ્વારા વડોદરા મહાનગરપાલિકામાંથી આવેલી ટીમને સાતેય ઝોન હેઠળના વિવિધ વિભાગોની વિસ્તૃત મુલાકાત કરાવવામાં આવી હતી. આ ટીમ દ્વારા મુખ્યત્વે કાંકરિયા સ્વિમિંગ પૂલ, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, તેમજ વસ્ત્રાલ અને મણિનગર વિસ્તારના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લેવામાં આવી હતી. આ ઉપરાંત રાણીપ અંડરબ્રિજ નીચે આવેલ સ્પોર્ટ્સ સેન્ટર, એમ.જે. લાઇબ્રેરી તેમજ શ્યામ પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમની પણ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ અધિકારીઓ અને સ્ટાફ વિસ્તૃત માહિતી પ્રદાન કરવામાં આવી હતી,જેને લઈને વડોદરા મહાનગરપાલિકા તરફથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply