Skip to main content
Settings Settings for Dark

ઊનાળાની ગરમીમાં AMCના સ્વિમિંગ પૂલમાં જનમેદનીનો ઉત્સાહ

Live TV

X
  • ઊનાળાની કાળઝાળ ગરમીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વમિંગ પૂલનો શહેરીજનો વ્યાપક રીતે લાભ લઈ શકે તે માટે શહેર મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

    હાલ શહેરમાં કુલ 21 સ્વમિંગ પૂલ કાર્યરત છે. જેનો દરરોજ સરેરાશ 15 હજાર જેટલા લોકો લાભ લે છે. AMC સંચાલિત તમામ સ્નાનાગરોમાં બાળકોની સ્પર્ધાત્મક પ્રતિયોગીતા માટે એડવાન્સ બેચ ચાલુ કરવામાં આવેલ છે. સ્વિમિંગ શીખવા આવતા 12 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે  સાંજે 7:30થી 8:15 વાગ્યા સુધી તેમજ સ્વિમિંગના જાણકાર હોય તેમની 8:15 થી 9 વાગ્યા સુધી  સ્પેશિયલ બેચ ચાલુ કરવામાં આવેલ છે. ઊનાળાની આકરી ગરમીમાં આવતા બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત તમામ લોકો માટે સ્નાનાગરમાં ORSની વ્યવસ્થા કરવામાં આવેલ છે.  આ સિવાય, સ્વચ્છતા અને લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે નિયમિત સફાઈ અને તેનું સુપરવિઝન કરવામાં આવે છે. પાણીની ગુણવત્તા ચકાસવા માટે દરરોજ પાણીનું PH તેમજ ક્લોરીન લેવલ માપવામાં આવે છે. કોર્પોરેશનના તમામ સ્નાનાગરોમાં મહિલાઓ અને બાળકો માટે ખાસ સુવિધા રાખવામાં આવેલ છે. AMCના કર્મચારીઓ, મહિલાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સ્નાનાગર ખાતાના નિવૃત કોચને કન્સેશન તેમજ ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન વિજેતાને સી-કાર્ડ બનાવી આપવામાં આવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply