અમદાવાદ - વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં લીધો ભાગ
Live TV
-
ભગવાન જગન્નાથજીના મંદિરમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનો દબદબાપૂર્ણ પ્રારંભ થઈ ચૂક્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વહેલી સવારે ભગવાન શ્રી જગન્નાથજીના મંદિરે મંગળા આરતી કરી હતી. વહેલી સવારે ભગવાન જગન્નાથજીના દર્શન માટે શહેરીજનોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને સમગ્ર વાતાવરણ જયરણ છોડના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.મંદિરના મહંત દિલિપદાસજી મહારાજે મંદિર ખાતે પ્રભુ પ્રસાદી પાગ અને શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું. બીજી તરફ રથયાત્રા પહેલા જ અમદાવાદમાં વરસાદની પધરામણી થઈ છે. મંદિરના મહંત દિલિપદાસજીના કહેવા પ્રમાણે રથયાત્રા પહેલા મેઘરાજાની પધરામણીને શુભ સંકેત માનવામાં આવે છે.
