દ્વારકાઃ ખંભાળિયાના ન.પા. ગાર્ડન ખાતે ભાજપ સંગઠન પર્વની બેઠક
Live TV
-
બેઠકમાં વર્ષ 2019 માં શહેર ભાજપમા વધુને વધુ નવા સભ્યો ઉમેરવાની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી. તો આગામી છઠ્ઠી જૂલાઈએ શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિની ઉજવણીની તૈયારીઓ અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઈ.
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નગરપાલિકા ગાર્ડન ખાતે સંગઠન પર્વની મહત્વની બેઠક મળી. જેમા પ્રદેશ ભાજપના હોદ્દેદારો સહિત દરેક મોરચા અને બુથના કાર્યકર્તાઓ અને મહિલાઓ વિશેષ પ્રમાણમાં હાજર રહ્યા હતા. શહેર ભાજપ ખંભાળિયા દ્વારા સદસ્યતા અભિયાન તેજ બનાવવાની નેમ સાથે આ બેઠક યોજાઈ હતી.
જેમા ભાજપમાં, વિશ્વાસ મુકનારી જનતા જનાર્દનને સાથે લઈ ભાજપનો વ્યાપ વધારવા અને વિશ્વમાં ભાજપ એક મોટા પક્ષ તરીકે એક કિર્તિમાન સ્થાપિત કરે તેવો ભાજપના કાર્યકરોએ, વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ સંગઠન બેઠકમાં ખીમભાઈ જોગલે ખંભાળિયા શહેરને 7000 જેટલા નવા ભાજપના પ્રાથમિક સભ્યો બનાવવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠકનુ સંચાલન રાજુભાઈ ધ્રુવે કર્યુ હતુ
