ડી.કે. પટેલ કોમ્યુનિટી હોલ-વાંચનાલયનું ગૃહમંત્રી અમિત શાહે કર્યું ઈ-લોકાર્પણ
Live TV
-
દેશના ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પહેલીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આજે અમિત શાહે ઈન્કમટેક્સ રોડ પર બનેલા ફ્લાયઓવર બ્રીજનું લોકાર્પણ કરી તેને લોકો માટે ખૂલ્લો મૂક્યો હતો. નારણપુરામાં બનેલા નવા ડી.કે.પટેલ કોમ્યુનિટી હોલનું પણ તેમણે ઈ-લોકાર્પણ કર્યું હતું.
18.42 કરોડના ખર્ચે તૈયાર થયેલો હોલ દરેક સામાજિક પ્રસંગોમાં શહેરીજનો માટે રહેશે. આ હોલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 750 વ્યક્તિ, પ્રથમ માળે 375 વ્યક્તિ બેસી શકે તેવા AC હોલ ની સુવિધા છે.
