Skip to main content
Settings Settings for Dark

આવતીકાલે 142મી રથયાત્રા, દૂરદર્શન પર નિહાળી શકશો જીવંત પ્રસારણ 

Live TV

X
  • જય રણછોડ માખણ ચોરના જય ઘોષ સાથે આવતીકાલે નીકળશે ભગવાન જગન્નાથની 142મી ભવ્ય રથયાત્રા 

    વર્ષોની પરંપરા છે કે ,રાજ્યના મુખ્યમંત્રી રથયાત્રાના આગલા દિવસે સાંજે ભગવાન જગન્નાથજીની આરતી ઉતારતા હોય છે ત્યારે, આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી જગન્નાથજીની વિશેષ આરતી માટે મંદિર પહોંચ્યા હતા. ઉપરાંત તેમણે જગન્નાથની રથ યાત્રાની પૂર્વ તૈયારીઓનું નિરિક્ષણ કર્યુ હતુ. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યુ કે ગુજરાત પર ભગવાન જગન્નાથની કૃપા વરસતી રહે અને ગુજરાત વિકાસની હરણફાળ ભરે તેવી વાંછના કરી છે. 

    અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની142મી રથયાત્રાની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવમાં આવ્યો છે. 

    રથયાત્રાના રૂટ પર સુરક્ષાની કોઈ ખામી ન રહી જાય  તે માટે કમિશનર એ.કે. સિંઘના નેતૃત્વ હેઠળ ગ્રાન્ડ રિહર્સલ યોજાયું હતું અને સુરક્ષાની સમિક્ષા કરવામાં આવી હતી. આવતીકાલે દબદબાપૂર્ણ યોજાનાર રથયાત્રાનું વહેલી સવારે મંગળા આરતીથી લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મેયરશ્રી દ્વારા સ્વાગત સહિત સમગ્ર રથયાત્રાનું દૂરદર્શન દ્વારા જીવંત પ્રસારણ કરાશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply