અમદાવાદને મળ્યો ફ્લાયઑવર બ્રીજ, ગૃહમંત્રી અમિત શાહે કર્યું લોકાર્પણ
Live TV
-
ઈન્કમ ટેક્ષ ખાતે 57.50 કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્લાય ઓવર ની ભેંટ - 805 મીટર લાંબા ,આ ઓવરબ્રિજ નીચે, 175 ફોર વ્હીલર અને 450 ટુ વ્હીલર કરી શકાશે પાર્ક-અત્યાધુનિક તકનીકો થી તૈયાર થયેલો આ બ્રિજ ટ્રાફિક ની સમસ્યામાં આપશે રાહત.
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી રાજ્યની મુલાકાતે છે. તેમણે શહેરના ઈન્કમટેક્સ રોડ પર બનેલા ફ્લાયઑવર બ્રીજનું લોકાર્પણ કર્યું છે.
લોકાર્પણ પહેલાઃ
આ સંદર્ભમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું ,કે, આજે અમિત શાહ અમદાવાદના આશ્રમ રોડ પર ઈન્કમટેક્ષ જંકશન ખાતે તૈયાર થયેલા ફલાયઓવર બ્રિજ અને નારણપુરા વોર્ડમાં નવનિર્મીત ડી.કે.પટેલ કોમ્યુનિટી હોલ તેમજ વાંચનાલયનું લોકાર્પણ કરશે.
અમદાવાદ શહેરના મેયર બીજલ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ પ્રસંગે મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણી અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
ગુરૂવારે યોજાનારી ભગવાન જગન્નાથની 142 મી રથયાત્રા સંદર્ભમાં જણાવવામાં આવ્યું હતું કે, રથયાત્રા મોનિટરિંગ માટે સ્માર્ટ સિટી અમદાવાદ લિમીટેડ દ્વારા 45 જેટલા સ્થાનોએ 94 અદ્યતન સી.સી.ટી.વી. કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરાની લાઈવ લાઈન, પોલીસ કંટ્રોલરૂમ, ગાંધીનગરની ,ડી.જી.પી. ઓફિસ તેમજ મુખ્યમંત્રી નિવાસ સુધી અપાયેલ છે.
