Skip to main content
Settings Settings for Dark

રથયાત્રા પહેલા ભગવાનના સોનાવેશની CM વિજયભાઈ રૂપાણીએ આરતી ઉતારી 

Live TV

X
  • આવતીકાલે શહેરમાં અષાઢી બીજના રોજ ભગવાન જગન્નનાથની 142મી રથયાત્રા નીકળશે. ત્યારે આજે ભગવાન જગન્નનાથજીને સોનાવેશમાં શણગારવામાં આવ્યા છે. 

    આજે ભગવાનને સોનાવેશમાં શણગાર્યા પછી પરંપરાગત વિધી પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના પત્ની અંજલીબેન સાથે આરતી ઉતારી હતી. શહેરના મેયર બિજલ પટેલ પણ પૂજા અર્ચનામાં સામેલ રહ્યા હતા. 

    ભગવાનની આરતી બાદ મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરસ પણ કરી હતી. આવતીકાલે પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વહેલી સવારે આરતી ઉતારી રથયાત્રા શરૂ કરવામાં આવશે. રથયાત્રા શરૂ કરતા પહેલા રસ્તા પર મુખ્યમંત્રી દ્વારા સોનાની સાવરણી દ્વારા રસ્તો સાફ કરાશે અને તેના પર પાણીનો છંટકાવ પણ કરવામાં આવશે. 

    આજે ભગવાનના રથની પણ પૂજા કરવામાં આવશે.  રથયાત્રામાં સામેલ થનાર ગજરાજોનું પણ મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે. આજે ભગવાનના રથની પૂજા કર્યા બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે મંદિરમાં પૂજા અર્ચના કરવામાં આવશે. રથોની પૂજા બાદ આવતીકાલે સવારે વહેલા ભગવાન જગન્નાથ બહેન શુભદ્રા અને ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply