અમદાવાદ શહેર અને જાપાનના કોબે શહેરને સિસ્ટર સિટી તરીકે વિકસાવાશે
Live TV
-
અમદાવાદ શહેર અને જાપાનના કોબે શહેરને સિસ્ટર સિટી તરીકે વિકસાવવામાં આવશે. આજે અમદાવાદ ખાતે જાપાનના 51 વ્યક્તિઓના ડેલિગેશનની હાજરીમાં અમદાવાદના મેયર બિજલ પટેલ અને કોબેના મેયર કીઝો હિસામોટો વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. જાપાનીઝ ડેલિગેશનમાં કોબેના યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, કોબેના બિઝનેસમેન, જાપાન ઇન્ડિયા ફ્રેન્ડશીપ એસોશિએસનના સભ્યો તથા જાપાનના કલાકારોનો સમાવેશ થાય છે. કોબેના મેયરે અમદાવાદીઓનો આભાર માન્યો હતો તેમજ અમદાવાદની મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરી હતી. અમદાવાદના મેયર બિજલ પટેલે જણાવ્યું હતું કે જાપાનમાં ટેક્નોલોજીની મદદથી બનાવેલા મનોરમ્ય ગાર્ડન જેવા ગાર્ડન અમદાવાદમાં પણ કોબે શહેરની મદદથી વિકસાવાશે.
