અમદાવાદ- 'સંગઠનપર્વ' નિમિત્તે બેઠક યોજાઈ
Live TV
-
'સાથ આયે દેશ બનાયે' સૂત્ર સાથે સદસ્યતા અભિયાન 6 જુલાઇ થી 13 જુલાઈ સુધી મહાનગરોમાં શરૂ થશે
અમદાવાદમાં કર્ણાવતી મહાનગર શહેર સંગઠનના 'સંગઠનપર્વ' નિમિત્તે બેઠક યોજાઇ હતી. જેમાં સંગઠનપર્વનાં પ્રદેશ સંયોજક ભાર્ગવ ભટ્ટ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ અને શહેર પ્રભારી આઇ.કે.જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા. સંગઠન પર્વ 2019 અંતર્ગત 'સાથ આયે દેશ બનાયે' સૂત્ર સાથે સદસ્યતા અભિયાન 6 જુલાઇ થી 13 જુલાઈ સુધી મહાનગરોમાં શરૂ થશે. ત્યારે અમદાવાદ મહાનગરની ગઈકાલે કાર્યશાળા યોજવામાં આવી હતી. જેમાં 700 થી વધુ સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
