અમદાવાદ અને કોબે વચ્ચે સિસ્ટર સિટીના કરાર
Live TV
-
કોબે એશિયાનું ક્રિએટિવ ડિઝાઈન સિટી છે જ્યારે અમદાવાદ ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી
હવે અમદાવાદની યશકલગીમાં વધુ એક પીંછુ ઉમેરાયુ છે..હવે અમદાવાદનો વિકાસ જાપાનના કોબે શહેરની જેમ થશે..વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત અને જાપાન વચ્ચે બિઝનેસ, શિક્ષણ અને સંસ્કૃતિની આપ-લે વધે તેના સતત પ્રયત્નો કરી રહ્યા છે. આ જ પ્રયત્નોના ભાગ રૂપે જાપાનનું કોબે અને અમદાવાદ સિસ્ટર સિટી બન્યા છે. ભારતના જાપાન માટેના એમ્બેસેડર સંજય કુમાર અને કોબેના મેયર કિઝો હિસામોટોએ ગુરુવારે જાપાનના કોબેમાં MOU સાઈન કર્યા હતા. આ એગ્રીમેન્ટનું મહત્વ સમજાવતા ઈન્ડો જાપાન ફ્રેન્ડશીપ એસોસિયેશન (IJFA) ગુજરાતના પ્રેસિડન્ટ મુકેશ પટેલે જણાવ્યું કે આ એગ્રીમેન્ટને કારણે એક બીજાથી સાવ જુદા શહેરોના સંબંધો ફોર્મલ બનશે. કોબે એશિયાનું ક્રિએટિવ ડિઝાઈન સિટી છે જ્યારે અમદાવાદ ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી છે. આ એગ્રીમેન્ટ પછી બંને શહેરો વચ્ચે શૈક્ષણિક, સાંસ્કૃતિક અને બિઝનેસ ક્ષેત્રે આપ-લે વધશે. જાપાનમાં ગુજ્જૂઓનો ગઢ કોબે છે, જ્યાં જૈનો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે અને મોતીનો વ્યવસાય કરે છે. જાપાનમાં ગુજરાતીની સંખ્યા ૧૪૦૦ જેટલી છે. કોબે શહેરમાં સૌથી વધુ ગુજરાતીઓ વસે છે. અહીંના ઈન્ડિયા ક્લબ ખાતે દર શુક્રવાર અને રવિવારે બધા ગુજરાતીઓ મળે છે અને ખાણીપીણીના આયોજન સાથે હળે મળે છે. કોબેમાં વસતા ગુજરાતીઓમાં મોટા ભાગના જૈનો છે. જાપાનનો ગુજરાતી સમાજ તમામ ભારતીય તહેવારો ધામધૂમથી ઉજવે છે. ખાસ કરીને સંવત્સરીના દિવસો ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. ઈન્ડિયા કલબમાં ફક્ત ભારતીય લોકોને જ જમવા માટે પ્રવેશ મળે છે. વર્ષમાં માત્ર એક દિવસ હોય છે જેમાં ગમે તેને પ્રવેશ મળે. તે વખતે જાપાની લોકો ઉમટી પડે છે.
