દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે અને સમગ્ર રાજ્યમાં મધ્યમ વરસાદ : હવામાન વિભાગ
Live TV
-
વાયુ વાવાઝોડાની વિદાય બાદ સમગ્ર રાજ્ય ભરમાં ચોમાસું દર વર્ષ કરતાં વહેલું
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે અને સમગ્ર રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગને અનુસાર આ વર્ષે ચોમાસાની સારી શરૂઆત થઈ છે. દર વર્ષે જુન મહિનાના અંત સુધીમાં ચોમાસાની શરૂઆત થતી નથી ત્યારે આ વર્ષે જુન મહિનાના અંત સુધીમાં સિઝનનો કુલ 10 ટકા વરસાદ વરસ્યો છે. ત્યારે 30 જૂને બંગાળના અખાતમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે જુલાઇ માસમાં પણ સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાત પર મહેરબાન રહેશે મેઘરાજા, આગામી બે દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે અને સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી, જુન મહિનાના અંતિમ અઠવાડીયા સુંધીમાં સીઝનનો કુલ ૧૦ ટકા પડ્યો વરસાદ, ચોમાસાની સારી શરુઆત થવાનો હવામાન વિભાગનું અવલોકન.
વાયુ વાવાઝોડાની વિદાય બાદ સમગ્ર રાજ્ય ભરમાં ચોમાસું દર વર્ષ કરતાં વહેલું બેસી ગયું છે. દર વર્ષે જુન મહિનાના અંત સુધીમાં રાજ્યમાં ચોમાસાની શરુઆત પણ નથી થઇ હોતી જ્યારે આ વર્ષે સીઝનના અંદાજિત કુલ વરસાદમાંથી ૧૦ ટકા વરસાદ તો જુન મહિનાના અંતિમ અઠવાડીયા સુધીમાં વરસ્યો છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ ખૂબજ સારી શરુઆત છે અને ગુજરાતને આ વર્ષે સારો વરસાદ મળશે.
સાથોસાથ આગામી બે દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તથા સૌરાષ્ટ્ર સહિત રાજ્ય ભરમાં સામાન્ય વરસાદ પડશે તેમજ માછીમારોને દરિયો ન ખેડવા માટે ફીશરમેન વોર્નિંગ પણ આપવામાં આવી છે. તેમજ આવતી ૩૦ મી તારીખે બંગાળના અખાતમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવા જઇ રહી છે જેના લીધે જુલાઇ માસમાં પણ ગુજરાતને વરસાદ મળી શકે છે.
