અમદાવાદ: સરખેજ વોર્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરવામાં આવ્યું
Live TV
-
અમદાવાદ: સરખેજ વોર્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરવામાં આવ્યું
અમદાવાદ મહાનગરપાલિકામાં દરેક ઝોનમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી સરકાર સામે ચાલીને લાભાર્થીઓના દ્વારે પહોંચી રહી છે. અમદાવાદમાં સરખેજ વોર્ડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જેનું ધારાસભ્ય અમિત ઠાકર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનો તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્યમાન યોજના, વહાલી દિકરી યોજના સહિતની કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ સ્થળ પર જ આપવામાં આવ્યો હતો. જેને લઈને લાભાર્થીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
