મોરબીના બિલિયા ગામે પહોંચેલી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'ને ગ્રામજનોએ ઉષ્માભેર આવકારી
Live TV
-
મોરબીના બિલિયા ગામે પહોંચેલી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'ને ગ્રામજનોએ ઉષ્માભેર આવકારી
વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગામે ગામ નોંધપાત્ર પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે મોરબીના બિલિયા ગામે પહોંચેલી 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'ને ગ્રામજનોએ ઉષ્માભેર આવકારી હતી. યાત્રાના ભાગરૂપે વિવિધ યોજનાનાં લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા તથા ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. 'મેરી કહાની મેરી ઝુબાની' અંતર્ગત લાભાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. મદદનીશ પશુપાલન નિયામક ડૉ. જે.પી. ઉધરેજાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2047માં વિકસિત ભારત થકી દેશ આત્મનિર્ભર બને તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. સરકાર ઘર આંગણે આવી છે તો કોઈ પણ નાગરિક યોજનાના લાભથી વંચિત ન રહે એ જોવાની આપણી સૌની જવાબદારી છે. તેમણે વિવિધ યોજનાથી માહિતગાર બનવા અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ સ્થળે પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ, SBI જનસુરક્ષા અભિયાન, ઉજ્જવલા યોજના વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
