Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સહિત 4 મહાનગરોના કુલ 519 વિવિધ જનહિત કામો માટે 455.35 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

Live TV

X
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના નગરો-મહાનગરોમાં ઇઝ ઓફ લિવિંગ વધારવાનો જન હિતકારી અભિગમ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મહાનગરો અને નગરોમાં વસતાં નાગરિકો માટે સ્થાનિક સત્તાતંત્ર જન સુખાકારીના વ્યાપક કામો હાથ ધરીને ઈઝ ઓફ લિવિંગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરી શકે તેવો જન હિતકારી અભિગમ અપનાવ્યો છે.આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ શહેરી ક્ષેત્રોના સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટના ધ્યેય સાથે અમદાવાદ સહિત 4 મહાનગરોને કુલ 519 વિવિધ જનહિત કામો માટે સમગ્રતયા 455.35 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુગ્રથિત અને આયોજનબદ્ધ શહેરી વિકાસની નેમ સાકાર કરવા ગુજરાતની સ્થાપનાના સ્વર્ણિમ જયંતી ઉજવણી વર્ષ-2010માં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ 455.35 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપેલી છે.

    અમદાવાદ મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામોની ૨૦૨૩-૨૪ના વર્ષની રજૂ કરેલી દરખાસ્તના સંદર્ભે રોડના 41 કામો,  ડ્રેનેજના 14 કામો, સ્ટ્રોમ વોટર ડ્રેઇનના ૨ તેમજ પાણી અને લાઈટના મળી 12 કામો એમ કુલ 69 કામો માટે 185.30 કરોડ રૂપિયા ફાળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે.

    ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાને શહેરના આઉટગ્રોથ વિસ્તારોમાં રોડ, આર.સી.સી, પેવર રોડ, સ્ટ્રોમ વોટર પાઇપલાઇન, લેક બ્યુટીફિકેશન, બ્રીજ નિર્માણ અને રોડ સ્ટ્રેન્ધનીંગના મળીને 18 કામો માટે 20.95 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે.

    તેમજ જામનગર જિલ્લાની કાલાવાડ નગરપાલિકાને પણ પાંચ હજાર ચોરસ મીટર જમીન પર આવા ફાયર સ્ટેશનનું બાંધકામ કરવા 9.64 કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બધા કામો માટે આપેલી સૈદ્ધાંતિક મંજૂરીના પરિણામ સ્વરૂપે નગરો-મહાનગરોમાં લાંબા ગાળાના વિકાસ કામોથી શહેરી જનજીવન વધુ સુવિધાસભર બનશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply