Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં નિકળશે રથયાત્રા, દૂરદર્શન પર નિહાળી શકાશે જીવંત પ્રસારણ

Live TV

X
  • અમદાવાદ, રાજકોટ, પાટણ સહિત અન્ય જિલ્લામાં પણ નીકળશે ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા. અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર રહેશે કર્ફ્યૂ. તો રથયાત્રામાં ભાગ લેનાર તમામે વેક્સિન લીધેલી અને RTPCR રિપોર્ટ કરાવવો ફરજીયાત. રથ ખેંચવા માટે પણ પ્રતિ રથ મહત્તમ ૨૦ ખલાસીઓ રહેશે, જ્યારે પ્રસાદનું વિતરણ નહી. દૂરદર્શન પર નિહાળી શકાશે રથયાત્રાનું જીવંત પ્રસારણ. 

    કોરોના સંક્રમણની પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા 12 જુલાઇએ રથયાત્રા કાઢવા માટે અનેક નિયંત્રણો સાથેની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે રાજ્યના પોલિસ વડા આશિષ ભાટીયા એ રાજ્યના તમામ એકમોના પોલીસ વડાઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક બોલાવીને  સરકારની ગાઇડલાઇનના પાલન તથા સુરક્ષા વ્યવસ્થા રાખવા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી.  રથયાત્રામાં ભગવાનના રથ સાથે મહત્તમ પાંચ વાહનો જ રાખી શકાશે. રથ ખેંચવા માટે પણ પ્રતિ રથ મહત્તમ ૨૦ ખલાસીઓ રહેશે.  તેમણે કહ્યુ હતુ કે રથયાત્રા દરમ્યાન કે રથયાત્રા બાદની કોઇ વિધિમાં પણ નિયત સંખ્યા કરતા વધુ લોકો હાજર ન રહે તે આયોજકો દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply