અમદાવાદ સિવિલને રિટ્રાઈવ સેન્ટર તરીકે મળી મંજૂરી
Live TV
-
અમદાવાદ સિવિલને રીટ્રાઇવ સેન્ટર તરીકે મંજૂરી મળ્યાના 10 જ દિવસમાં સફળતા મળી છે. એક મૃતક દર્દીના અંગોનું સફળ પ્રત્યારોપણ સંભવ બન્યું છે.
અમદાવાદ બાપુનગરના રહેવાસી ૪૮ વર્ષીય શૈલેષભાઈને 2 જાન્યુઆરી, 2021 ના રોજ નરોડા પાસે અકસ્માત નડ્યો હતો. સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લાવતા તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. શૈલેષભાઈ ના પરિવારજનોએ તેમના અંગોનાં પ્રત્યારોપણ માટે સહમતિ આપતાં અમદાવાદ સિવિલના નવનિર્મિત ટ્રોમા સેન્ટર ખાતે અંગોને રીટ્રાઇવ કરીને જરૂરિયાત ધરાવતા દર્દીઓમાં પ્રત્યારોપણ કરીને ત્રણ જિંદગી બચાવી લેવામાં આવી છે.
મૃતક શૈલેષભાઈના શરીરના અંગો થકી બે કિડની અને એક લીવર ત્રણ દર્દીઓમાં પ્રત્યારોપિત થઇ ચુક્યા છે. આગામી સમયમાં આંખોનું પણ જરૂરિયાત મંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.
