Skip to main content
Settings Settings for Dark

સેલવાસઃ વહીવટીતંત્ર દ્વારા સરકારી સ્થાનો પર વારલી પેઈન્ટિંગ્સ દોરવાની મંજૂરી 

Live TV

X
  • બદલાયેલા સમયમાં છાણ માટીની દીવાલને બદલે ફોટો ફ્રેમથી માંડીને ગિફ્ટ આર્ટિકલ સ્વરૂપે વેચાણ કરી અનેક વારલી પેઇન્ટિંગ્સના કારીગરોને વહીવટીતંત્ર રોજગારીની નવી તક પુરી પાડવામાં આવી રહી છે. 

    સ્થાનિક વહીવટીતંત્ર દાદરા નગરહવેલી સેલવાસ દ્વારા વારલી પેઈન્ટિંગ્સનો વ્યાપ વધારવા સેલવાસ બ્રિજ ટોકરખાડા વોક વે,  દાદરા વન ગંગાગાર્ડન,  સેલવાસ સરકીટ હાઉસ જેવી સરકારી જગ્યાએ એમની કળાને નિખરવાનો અવસર આપી પ્લેટફોર્મ પૂરું પડાતા પ્રસાશનના અભિગમને આવકાર મળી રહ્યો છે.

    સેલવાસમાં વારલી પેઈન્ટિંગ્સ આર્ટિસ્ટને પ્લેટફોર્મ આપવા દુકાન ચલાવતા બ્રિજેશ ભુશારા જણાવે છે કે, તેઓ આ આદિવાસી કળાને લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. 10 રૂપિયાથી લઈને 5000 હજાર રૂપિયા સુધીની કિંમતમાં આ પેઈન્ટિંગ્સ વેચાય છે. પ્રદેશની મુલાકાતે આવતા પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ આદિવાસી ચિત્રકલાના આર્ટિકલ અને પેઈન્ટિંગ્સ છે, જેની ખરીદીથી આદિવાસી લોકોને રોજગારી મળી રહી છે. 

    શું  છે વારલી પેઈન્ટિંગ્સ?

    ગુજરાતના સહ્યાદ્રી પર્વતમાળાથી મહારાષ્ટ્ર તરફ અરબી સમુદ્રના પટ્ટામાં વસતા આદિવાસીઓમાં એક સમુદાય આદિવાસી વારલી સમાજનો છે. આ આદિવાસી સમાજના લોકો કાચા ઝૂંપડા જેવા અને છાણ માટીના ઘરોમાં રહેતા હતાં. ત્યારથી તેમના ઘરોની સજાવટ માટે ખાસ પ્રકારનું પેઇન્ટિંગ્સ બનાવતા હતા. જેને વારલી પેઈન્ટિંગ્સ કહેવામાં આવે છે. છાણ માટીની દીવાલ પર ભૌમિતિક રેખાઓ દ્વારા માનવજીવનના હાવભાવ, તહેવારો, આનંદની ક્ષણોને વ્યક્ત કરવામાં આવે છે. આ ચિત્રો બનાવવા માટે તેઓ ચોખા,ખાખરા કે આંકડાના ક્ષીરનો ઉપયોગ કરી કુદરતી રંગ તૈયાર કરતા હતા. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply