સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને BJP સંગઠનનું નવું માળખું જાહેર
Live TV
-
રાજ્યમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ પક્ષો દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે, ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠનનું માળખું જાહેર કરવામાં આવ્યું છે.
જેમાં પ્રદેશ ઉપપ્રમુખ સંગઠન પદે ગોરધન ઝડફિયા,જયંતિ કવાડિયા અને મહેન્દ્રસિંહ સરવૈયાની વરણી કરવામાં આવી છે. તો બીજી તરફ સંગઠનના પ્રદેશ મહામંત્રી પદે ભીખુ દલસાણિયા યથાવત રહ્યા છે. સાથે જ ભાર્ગવ ભટ્ટને પ્રદેશ મહામંત્રી બનાવવામાં આવ્યા છે..જ્યારે રજની પટેલ, પ્રદીપસિંહ વાધેલા અને વિનોદભાઈ ચાવડાને મહામંત્રી બનાવવામાં આવ્યા છે.
