રાજ્યમાં કોરોનાના નવા 667 કેસ નોંધાયા, તો 4 દર્દીઓના મોત
Live TV
-
દેશમાં કોરોનાના સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એવામાં રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 667 કેસ નોંધાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 2,37,222 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં નવા 899 દર્દીઓ સાજા થયા છે અને તેની સાથે રાજ્યમાં રિકવરી રેટ 94.92 ટકા પર પહોંચ્યો છે.
આજે અમદાવાદ જિલ્લામાં નવા 133 કેસ, વડોદરા જિલ્લામાં નવા 119 કેસ, રાજકોટ જિલ્લામાં નવા 80 કેસ અને સુરત જિલ્લામાં નવા 120 કેસ નોંધાયા છે.
આજે રાજ્યમાં 47,942 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ સક્રિય કેસની સંખ્યા 8359 છે, જેમાંથી 58 વેન્ટિલેટર પર છે અને 8301 દર્દીઓ સ્ટેબલ છે.
રાજ્યમાં નવા 3 દર્દીઓના મોત થયા છે અને તેની સાથે રાજ્યમાં કુલ મોતનો આંકડો 4332 પર પહોંચ્યો છે.
