Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ : સિવિલ મેડિસીટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ ખાતે 'વર્લ્ડ સ્પાઇન ડે' ની ઉજવણી કરાઈ

Live TV

X
  • આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ  મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં આજે અમદાવાદ સિવિલ મેડિસીટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા વર્લ્ડ સ્પાઇન ડે ની  ઉજવણી કરવામાં આવી હતી. 'મુવ યોર સ્પાઇન' થીમ આધારીત સમગ્ર વિશ્વમાં વર્લ્ડ સ્પાઇન ડે-2023 ની ઉજવણી થઇ રહી છે ત્યારે સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. પિયુષ મિત્તલ દ્વારા લોકોને સ્પાઇન સંબંધિત વિવિધ બિમારી,તકલીફ અને ખાસ કરીને તકેદારીથી માહિતગાર કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 

    આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતુ કે, પ્રવર્તમાન જીવનશૈલીના પરિણામે દેશ અને દુનિયામાં સ્પાઇન સંબંધિત તકલીફમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ સિવિલ મેડિસીટીની સરકારી સ્પાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા સ્પાઇન સંબંધિત અત્યંત જટીલ અને રેર કહી શકાય તે પ્રકારની સર્જરી તેમજ પ્રો-એક્ટિવ કેર માટે દર્દીઓને સમજણની શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે જે આવકાર્ય છે. વિશ્વમાં એક બિલીયન લોકો સ્પાઇન સંલગ્ન વિવિધ તકલીફ થી પીડાઇ રહ્યા છે ત્યારે આવા લોકોની પીડા દુર કરવા અને અન્ય લોકોને સ્પાઇન સંલગ્ન બિમારીઓથી માહિતગાર કરવા આ દિવસની ઉજવમી સાર્થક છે. લાઇફ સ્ટાઇલ, હલન-ચલન , બી.એમ.આઇ. ઓબેસીટી આ તમામ પરિબળો સ્પાઇનને લગતી બિમારી સાથે સંકળાયેલા હોવાનું તેમણે જણાવ્યુ હતુ. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply