અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ બ્રોન્કોસ્કોપી સર્જરી કરીને બે બાળકોને ગંભીર સમસ્યામાંથી ઉગાર્યા
Live TV
-
અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ બ્રોન્કોસ્કોપી સર્જરી કરીને બે બાળકોને ગંભીર સમસ્યામાંથી ઉગાર્યા
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માતા- પિતા માટે ચેતવણી સમાન કિસ્સા સામે આવ્યા છે. છેલ્લા પાંચ દિવસમાં સિવિલ હોસ્પિટલમાં બે બાળકોની શ્વાસનળીમાંથી ફોરેન બોડી દૂર કરાવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ અત્યંત જટિલ સર્જરી કરીને તે દૂર કર્યા. બા બાળકોમાં એક 1 વર્ષનું બાળક રમકડાંનું LED બલ્બ, જેને બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ એનેસ્થેસિસ્ટ ડૉ.ભાવનાબેન રાવલના સહયોગથી આ બલ્બ દૂર કર્યો હતો. તો બીજું 10 મહિનાનું બાળક ગવારની સીંગ ગળી ગયું હતું. જેને વિરમગામ થી અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં તાત્કાલિક લાવવામાં આવ્યું હતું.સીટી સ્કેનમાં જાણવા મળ્યું કે જમણા ફેફસાની અંદર કંઈક ફોરેન બોડી છે. જેથી તાત્કાલિક અસરથી આ બાળકની બ્રોન્કોસ્કોપી કરવામાં આવી. જેને સર્જરી ઇમરજન્સી વિભાગના ડૉ. કિરણ પટેલની મદદથી સર્જરી દ્રારા કાઢી નાખવામાં આવ્યું. હાલ બાળક એકદમ સ્વસ્થ છે.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં એક વર્ષની આસપાસના બે બાળકોના જમણા ફેફસામાંથી અજીબો ગરીબ પ્રકારની ફોરેન બોડી કાઢીને એમને નવજીવન આપવામાં આવ્યું છે. ડૉ. રાકેશ જોશી દરેક માતા-પિતા કે વાલીઓ કે જેના બાળકો પાંચ વર્ષથી નાના છે તેમને અપીલ કરતા કહે છે કે, આ બાળકોના હાથમાં આવા પ્રકારની ફોરેન બોડી ન આવી જાય એના માટે ખૂબ સાવચેતી રાખવી જોઈએ. ખાસ કરીને સિંગના દાણા, ચણા, શાકના ટુકડા, એલઇડી બલ્બ અને ઘડિયાળના જે બલ્બ આવે છે, બેટરી સેલ આવી બધી વસ્તુઓ બાળકના હાથમાં ન આવે એવી ઊંચાઈ પર રાખવી જોઈએ. અને એવી જ રીતે જ બાથરૂમ સાફ કરવાનો એસિડ હોય એ પણ એના હાથમાં ન આવી જાય કે જેથી કરીને ભૂલથી બાળકો પી ન જાય અને ખૂબ ગંભીર હાલતમાં એ લોકોને હોસ્પિટલમાં લાવવા ન પડે તે માટે આ તમામ સલાહ અનુસરવા ડૉ. જોષીએ અનુરોધ કર્યો છે.
