ગીર સોમનાથઃ વેરાવળ અને સોમનાથને જોડતા મુખ્ય માર્ગ પરના દબાણોને દૂર કરવા ઝુંબેશ હાથ ધરાઈ
Live TV
-
ગીર સોમનાથઃ વેરાવળ અને સોમનાથને જોડતા મુખ્ય માર્ગ પરના દબાણોને દૂર કરવા ઝુંબેશ હાથ ધરાઈ
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ અને સોમનાથને જોડતા મુખ્ય માર્ગ પર તેમજ આસપાસના સરકારી જગ્યા ઉપર થયેલા દબાણોને દૂર કરવા માટે વેરાવળ પ્રાંત અધિકારી કે. વી.બાટીના માર્ગદર્શન હેઠળ દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો છે. વહેલી સવારથી દબાણ હટાવવાને લઈ સઘન પોલીસ બંદોબસ્ત હેઠળ 02DYSP, 07 PI, 18 PSI, SOG,LCB, 02 SRP કંપની સહિત 300થી વધુ પોલીસ સ્ટાફ ઝુંબેશની સુરક્ષામાં ફાળવવામાં આવ્યો છે. અને અંદાજે 9000 ચોરસ મીટર જેટલી જગ્યામાં 27થી વધુ વાણિજ્ય હેતુના દબાણ આ ઉપરાંત અનેક દબાણો હટાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તો સાથે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ ગોઠવાયું છે. તેમજ કોઈ તોફાની તત્વો શહેરમાં પ્રવેશ ના કરે તે માટે જિલ્લાની સરહદ શાંતિપરા પાટિયા અને સોમનાથ સર્કલ પર ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ શરૂ કરાયું છે. જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
