પોરબંદર: વધતા જતા હાર્ટએટેકના બનાવોને ધ્યાને લઇને ગરબા આયોજકો માટે CPR ટ્રેનીંગ યોજાઇ
Live TV
-
પોરબંદર: વધતા જતા હાર્ટએટેકના બનાવોને ધ્યાને લઇને ગરબા આયોજકો માટે CPR ટ્રેનીંગ યોજાઇ
તાજેતરમાં પોરબંદર જિલ્લામાં હાર્ટએટેકના બનાવો જોવા મળ્યા છે. ગરબાની પ્રેકટીસ દરમિયાન પણ યુવાનોને હાર્ટ એટેકના બનાવો સામે આવ્યા છે. તાજેતરમાં યુવાનોમાં વધતા જતા હાર્ટએટેકના બનાવોને ધ્યાને લઇને મેડીકલ કોલેજ પોરબંદર તથા રેડ ક્રોસ સોસાયટીના ઉપક્રમે મેડીકલ કોલેજ ખાતે CPR ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનોમાં જયારે આ મુજબના બનાવો બને ત્યારે કોઇ મેડીકલ સ્ટાફ હાજર ન હોય તો જો ગરબા આયોજકોને આ મુજબની CPR ની ટ્રેનીંગ અપાયેલ હોય તો તે તાત્કાલીક ધોરણે દર્દીને આ ટ્રીટમેન્ટ આપીને તેમનો જીવ બચાવી શકે છે. આયોજકોને પીપીટી દ્વારા ટ્રેનીંગ તથા પ્રેકટીકલ જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું જેથી આયોજકો મુશ્કેલીના સમયમાં તેનો ઉપયોગ કરીને દર્દીઓને પ્રાથમિક સારવાર આપી શકે.
