Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ : સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા સિનિયર સિટીઝન દર્દીઓ માટે પ્રતીક્ષા કક્ષની સુવિધા શરુ

Live TV

X
  • વરિષ્ઠ નાગરિકો હોસ્પિટલમાં નિદાન કે સારવાર અર્થે જાય ત્યારે તેમને વિશિષ્ટ પ્રકારની સેવા મળી રહે માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વયોવૃદ્ધ દર્દીઓ માટે સંવેદનશીલ પહેલ હાથ ધરવામાં આવી છે.

    સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ કહ્યું હતું કે , સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડીમાં આવતાં સિનિયર સિટીઝન દર્દીઓ માટે આજથી સિનિયર સિટીઝન પ્રતિક્ષા કક્ષની સુવિધા શરૂ કરવામાં આવી છે.

    આ સિનિયર સિટીઝન પ્રતિક્ષા કક્ષનો શુભારંભ 72 વર્ષના સામાન્ય મહિલા દર્દી કમલાબહેન ચરણના હાથે કરાવાયો હતું.

    સિનિયર સિટીઝન દર્દીઓને કોઈપણ જગ્યાએ લાઈનમાં ઊભા રહેવું પડે નહીં અને સરકારની સિનિયર સિટીઝન દર્દીને પ્રાથમિક્તા આપવાની ગાઇડલાઈનને વધું અસરકારક રીતે અમલી કરી શકાય અને આવા દર્દીઓને કોઈપણ જાતની તકલીફ વગર પ્રાથમિકતા આપી સારવાર થાય તે ભાવના સાથે આ સુવિધા ઊભી કરવામા આવી છે. 

    જે માટે ઓપીડીમાં 40 ખુરશીની બેઠક વ્યવસ્થા સાથે બાથરૂમ તથા પીવાનાં પાણીના કૂલરની સુવિધા સાથેનો રૂમ તૈયાર કરવામા આવ્યો છે. 

    સિનિયર સિટીઝન દર્દી માટે અલગથી આ રૂમમાં જ કેસ કાઢવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને કેસ નીકળ્યા બાદ દરેક સિનિયર સિટીઝન દર્દી સાથે એક વોર્ડ બોયને સાથે મોકલી એમને જે તે ઓપીડીમાં ડોકટર દ્વારા પ્રાથમિકતા આપી તપાસવામાં આવે તેમજ લેબોરેટરી, રેડિયોલોજી વિભાગોમાં પણ તપાસમાં સાથે રહી છેલ્લે સિવિલની દવાબારી ઉપરથી દવાઓ લઈ આપવા સુધી સેવા આપવાની ગોઠવણ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply