ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના નિવાસ સ્થાને ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં સહભાગી થયા
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના પરિવારજનો સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસના પ્રાંગણમાં ગુરૂવારે વૃક્ષારોપણ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં સહભાગી થયા હતા.
પ્રધાનમંત્રીએ તાજેતરમાં પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ મા કે નામ’ અભિયાન શરૂ કરાવીને ભારતના અને વિશ્વભરના લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલી રૂપે એક વૃક્ષ વાવવાનું આહવાન કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્રધાનમંત્રીના પર્યાવરણ પ્રિય વિચારોને આત્મસાત કરીને સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ તથા ગ્રીન કવરની વૃદ્ધિ માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં પોતાના પરિવાર સાથે જોડાયા હતા.
મુખ્યમંત્રીએ પોતાના નિવાસ સ્થાને વૃક્ષારોપણ થકી રાજ્યના સૌ નાગરિકોને પણ આ અભિયાનમાં સહભાગી થવાની પ્રેરણા આપી છે.
