સુરેન્દ્રનગર : લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર ભલગામડા સર્કલ નજીક અકસ્માત
Live TV
-
લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર ભલગામડા સર્કલ નજીક અકસ્માત
ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ટ્રકમાં આગ લાગી
આગ લાગતા ટ્રક ડ્રાઈવર બળીને ખાખ
સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઇવે ઉપર અકસ્માતની ઘટના બની હતી. હાઈવે પર ભલગામડા સર્કલ નજીક અકસ્માત થયો હતો. જેમાં ડમ્પર ચાલકને પાછળ ટ્રકે ટક્કર મારતા ટ્રકમાં આગ લાગી ગઈ હતી. ઘટનાની જાણકારી મળતા 108 એમ્બ્યુલન્સ, લીંબડી પોલીસ અને ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક જાણકારી મુજબ ટ્રક ડ્રાઈવનું અકસ્માતમાં મૃત્યુ થયુ હોવાના અહેવાલ છે. સમગ્ર મામલે લીંબડી પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
