અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024માં કુલ 36 અંગદાન અને 08 સ્કિનદાન થયા : કુલ 124 અંગોનું દાન મળ્યું
Live TV
-
32 પુરુષો અને 04 સ્ત્રી બ્રેઇનડેડ અંગદાતાએ અંગદાન કર્યું, ગુજરાતના 28 અને અન્ય રાજ્યોના 08 બ્રેઇનડેડ અંગદાતાએ અંગદાન કર્યું
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાન અને સ્કિન ડોનેશન ક્ષેત્રે શ્રેષ્ઠત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2024માં એક વર્ષ દરમિયાન કુલ 36 અંગદાન થયા જેણે 124 જેટલા જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યું. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મળેલા 124 અંગોમાં 72 કિડની, 32 લીવર, 13 હ્રદય, એક સ્વાદુપિંડ, 06 ફેફસાનો સમાવેશ થાય છે.
વધુમાં આ 36 અંગદાતાઓમાં 32 પુરુષો અને 04 મહિલા બ્રેઇનડેડ અંગદાતાઓ દ્વારા અંગદાન કરાયું છે. જેમાં 28 અંગદાતાઓ ગુજરાતના અને અન્ય 08 અંગદાતાઓ અન્ય રાજ્યોના હતા.
સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સાથે સાથે સ્કીન દાન માં પણ શ્રેષ્ઠત્તમ કામગીરી આંરભવામાં આવી છે. વર્ષ ૨૦૨૪માં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 08 જેટલા સ્કીન દાન પણ થયા. અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા સ્કીન દાન માટે 9428265875 નંબર જાહેર કરાયો છે. જેના પર સંપર્ક કરવાથી હોસ્પિટલની ટીમ સ્કીનનું દાન લેવા ઘરે આવે છે.