Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 251મું અંગદાન,ચાર દર્દીઓને નવજીવન

Live TV

X
  • અમદાવાદ: સ્વતંત્રતા દિવસની વહેલી સવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 251મું અંગદાન સંપન્ન થયું હતું. ખેડા જિલ્લાના કપડવંજના 38 વર્ષીય બુધાભાઈ સોઢા પરમારનું બ્રેઈન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારે અંગદાનની સંમતિ આપી હતી.

    બુધાભાઈને 10 ઓગસ્ટે માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. 14 ઓગસ્ટે તબીબોએ તેમને બ્રેઈન ડેડ જાહેર કર્યા બાદ પરિવારના નિર્ણયથી તેમનાં હૃદય, લીવર અને બે કિડનીનું દાન કરવામાં આવ્યું હતું.દાનમાં મળેલું હૃદય યુ.એન. મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું, જ્યારે લીવર અને બંને કિડની IKDRC ખાતે દર્દીઓમાં પ્રત્યારોપિત કરવામાં આવી હતી. આમ, ચાર દર્દીઓને નવજીવન મળ્યું છે.સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોશીના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલને 251 અંગદાતાઓ પાસેથી કુલ 1,079 અંગો અને પેશીઓનું દાન મળ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
apply