Skip to main content
Settings Settings for Dark

બન્નીના ગ્રાસલેન્ડમાં 20 કાળિયાર મુક્ત કરાયા

Live TV

X
  • ભુજ: બન્નીમાં ચિત્તા સંરક્ષણ-સંવર્ધન પ્રોજેક્ટ અંતર્ગત ઇકોસિસ્ટમ મજબૂત કરવા અને પર્યાવરણીય સંતુલન જાળવવાના હેતુથી સ્વાતંત્ર્ય પર્વના દિવસે 20 કાળિયારને બન્નીના ગ્રાસલેન્ડમાં મુક્ત કરવામાં આવ્યા હતા.

    બન્ની ગ્રાસલેન્ડના નાયબ વનસંરક્ષક નેવીલ ચૌધરીના જણાવ્યા મુજબ, કાળિયારને વિશેષ એમ્બ્યુલન્સ દ્વારા જામનગરથી કચ્છ લાવવામાં આવ્યા હતા. પૂરતી તબીબી તપાસ અને હેલ્થ સ્ક્રીનિંગ બાદ તેમને બન્નીના કુદરતી રહેઠાણમાં છોડવામાં આવ્યા હતા. નવા વાતાવરણમાં અનુકૂલન માટે બોમા અને સોફ્ટ રિલીઝ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ચિત્તા માટે અનુકૂળ ઇકોસિસ્ટમ ઊભી કરવા બગડીયા વિસ્તારમાં 660 એકરમાં વિવિધ દેશી ઘાસનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. સાથે પશુ હોસ્પિટલ, દવા-સાધનો અને તબીબોની ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.વનવિભાગના જણાવ્યા મુજબ, અગાઉ અને તાજેતરમાં મળીને 200થી વધુ કાળિયારને બન્નીના ગ્રાસલેન્ડમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. કાળિયાર જેવા તૃણાહારી પ્રાણીઓની હાજરીથી ઘાસિયા મેદાનનું કુદરતી પુનઃજીવન ઝડપી બનશે અને ચિત્તા માટે અનુકૂળ પર્યાવરણ તૈયાર થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
apply