Skip to main content
Settings Settings for Dark

ભરૂચને રૂ. 482 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ

Live TV

X
  • ભરૂચ: અંકલેશ્વર GIDC ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ભરૂચ જિલ્લાને રૂ. 482 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી હતી.

    આ પ્રસંગે મહિલા સશક્તિકરણ, રોજગાર, ઔદ્યોગિક સુવિધા અને સુરક્ષા અંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.ભરૂચ પોલીસની “પ્રોજેક્ટ અસ્મિતા” પહેલ અંતર્ગત 13 કંપનીઓના સહયોગથી ૫૨૬ જેટલી દીકરીઓને વિવિધ કંપનીઓમાં નોકરીના નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ભરૂચ પોલીસ સુરક્ષા સાથે પ્રજાના આર્થિક અને સામાજિક ઉત્થાનમાં પણ મહત્વની ભાગીદાર બની રહી છે.

    દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં GFL કંપનીમાં થયેલી રૂ. 3.16કરોડથી વધુની ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ચોરાયેલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આ મુદ્દામાલની રકમ ચેક સ્વરૂપે મૂળ માલિકને પરત સોંપવામાં આવી હતી.આ ઉપરાંત અંકલેશ્વરમાં 510 થી વધુ ટ્રકોની ક્ષમતા ધરાવતા ટ્રાન્સપોર્ટ નગર, 3,000 ચોરસ મીટરના વેરહાઉસ, 144 ઔદ્યોગિક શેડ અને જંબુસરના બલ્ક ડ્રગ પાર્કમાં 40 MLD ક્ષમતાની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા માટે 1,895 સ્ટ્રીટ લાઇટો પણ સ્થાપિત કરવામાં આવી છે.

    નાયબ મુખ્યમંત્રીએ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ, ગ્રીન હાઇડ્રોજન, રિન્યુએબલ એનર્જી, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા ઉદ્યોગકારોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમમાં પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્યો, GIDCના અધિકારીઓ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે સહિતના મહાનુભાવો, ઉદ્યોગકારો અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
apply