Skip to main content
Settings Settings for Dark

સાંસ્કૃતિક જૂથે વડનગરની ઐતિહાસિક સ્થાપત્ય વિરાસતના સ્થળોની મુલાકાત લઈ પ્રાચીન વૈભવને નિહાળ્યો

Live TV

X
  • ગુજરાત પ્રવાસન નિગમ અને અતુલ્ય વારસો દ્વારા આયોજિત 'ઈન્ટેન્જિબલ વડનગર' કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના 'ક્રિએટિવ ગ્રુપ ઑફ કલ્ચરલ એક્ટિવિટીઝ'ના આશરે 50 જેટલા સભ્યોએ વડનગરની વિશેષ મુલાકાત લીધી હતી.

    આ કાર્યક્રમનો પ્રારંભ પવિત્ર હાટકેશ્વર મહાદેવના દર્શન અને પૂજન-અર્ચન સાથે કરવામાં આવ્યો હતો. દર્શન પશ્ચાત, અંબાજી કોઠા તળાવ ખાતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મનમોહક ભરતનાટ્યમની પ્રસ્તુતિ તેમજ બહુરૂપી કલાકારો દ્વારા શિવજી, ગણેશજી અને કાર્તિકેયજીના પાત્રોની સુંદર અને જીવંત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ સભ્યોએ વડનગરની ઐતિહાસિક સ્થાપત્ય વિરાસતના સ્થળોની મુલાકાત લઈ પ્રાચીન વૈભવને નિહાળ્યો હતો.કાર્યક્રમના અંતે, પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શર્મિષ્ઠા તળાવના કિનારે યોજાયેલા વિશેષ 'શ્રાવણોત્સવ' અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ, ભવ્ય મહાઆરતી તેમજ રુદ્રીપાઠનો સૌએ આનંદ માણ્યો હતો.શ્રાવણની પવિત્રતા, શિવભક્તિ અને આપણી જીવંત સાંસ્કૃતિક વિરાસત સાથે જોડાવાનો આ એક અવિસ્મરણીય અનુભવ રહ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
apply