ચોમાસામાં કંટોલાથી મેળવો સ્વાસ્થ્યનો લાભ
Live TV
-
ચોમાસાની ઋતુમાં મળતું કંટોલા પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક શાકભાજી છે. તેમાં ફાઇબર, વિટામિન-સી, આયર્ન, ખનિજ તત્ત્વો અને એન્ટી-ઑક્સિડન્ટ્સ જેવા પોષક તત્ત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. ઓછી કેલરી અને વધુ ફાઇબરને કારણે વજન વ્યવસ્થાપન માટે કંટોલા ઉપયોગી પ્રાકૃતિક વિકલ્પ બની શકે છે.
કંટોલામાં રહેલું ફાઇબર લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં મદદ કરે છે, જેના કારણે વધુ પડતું ખાવાની ટેવ પર નિયંત્રણ રહે છે. તેમાં રહેલા વિટામિન-સી અને એન્ટી-ઑક્સિડન્ટ્સ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે, જ્યારે ફાઇબર પાચનક્રિયાને સુધારવામાં સહાયક બને છે.‘મેદસ્વિતામુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવા માટે કંટોલા જેવા સ્થાનિક અને પૌષ્ટિક શાકભાજીને આહારમાં સામેલ કરવા સાથે સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ અને સક્રિય જીવનશૈલી અપનાવવી જરૂરી છે.કંટોલાના પોષક ગુણો જળવાઈ રહે તે માટે તેને વધુ પડતા તેલ-મસાલામાં તળવાને બદલે ઓછા તેલમાં હળવા મસાલા સાથે રાંધીને અથવા વરાળમાં બાફીને ખાવું વધુ યોગ્ય છે. સ્વસ્થ આહાર અને સક્રિય જીવનશૈલી સાથે કંટોલાનો આહારમાં સમાવેશ તંદુરસ્ત જીવન તરફનું સરળ પગલું બની શકે છે.
