Skip to main content
Settings Settings for Dark

મહુવામાં રૂ.2.38 લાખનો બિનઅધિકૃત ઘઉંનો જથ્થો જપ્ત

Live TV

X
  • ભાવનગર: રાજ્યમાં અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી અટકાવવા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નિયામકશ્રી અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી, ગાંધીનગરની ટીમે 15 ઓગસ્ટ, 2026ના રોજ મહુવા તાલુકામાં આકસ્મિક તપાસ કરી હતી.

    તપાસ દરમિયાન ડાયમંડ નગર, GIDC પાછળ આવેલા ખાનગી ગોડાઉનમાંથી બિનઅધિકૃત રીતે સંગ્રહિત 8,500 કિ.ગ્રા. ઘઉંનો જથ્થો, જેની અંદાજિત કિંમત રૂ. 2.38 લાખ છે, જપ્ત કરવામાં આવ્યો હતો. જથ્થો ક્યાંથી આવ્યો અને તેની વાસ્તવિક માલિકી કોની છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત ભાદ્રોડ ગામે પ્રફુલ રામજી વાઘ દ્વારા સંચાલિત સરકારી વાજબી ભાવની દુકાનની પણ ચકાસણી કરવામાં આવી હતી. સ્ટોક અને રેકર્ડની ખરાઈ દરમિયાન ઘઉંમાં 1,382.500 કિ.ગ્રા., ચોખામાં 2,581કિ.ગ્રા. અને ખાંડમાં 89.900 કિ.ગ્રા.ની ઘટ નોંધાઈ હતી.અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની આ કાર્યવાહીથી અનાજની ગેરકાયદેસર હેરફેર અને કાળાબજારી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
apply