ઔડાના 8.69 કરોડના પ્રકલ્પોથી જળભરાવ અને ડ્રેનેજ સમસ્યાનું નિવારણ
Live TV
-
અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) દ્વારા ચોમાસામાં જળભરાવ અને ડ્રેનેજની સમસ્યાના કાયમી ઉકેલ માટે કુલ 8.69 કરોડના બે મહત્વપૂર્ણ પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે.
અમદાવાદ-મહેસાણા હાઈવે પર કલોલ ગ્રોથ સેન્ટરમાં સ્વામિનારાયણ ગુરુકુળ અને એસ.ટી. વર્કશોપ નજીક દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હતી. તેના નિવારણ માટે ₹3.10 કરોડના ખર્ચે સ્વામિનારાયણ ગુરુકુળથી પલસાણા રોડ થઈ સઈજ-હાજીપુર કાંસ સુધી 900 મિ.મી. વ્યાસની 2,420 મીટર લાંબી પાઈપલાઈન નાખવામાં આવી છે. પાઈપલાઈન કાર્યરત થતાં હાઈવે પર વરસાદી પાણીના નિકાલની સમસ્યામાં રાહત મળી છે.બીજી તરફ, નાંદોલી ગામ અને આસપાસની સોસાયટીઓમાં વરસાદી પાણી તથા ડ્રેનેજના સુચારુ નિકાલ માટે ₹5.59 કરોડના ખર્ચે તળાવ નજીક ૩ MLD ક્ષમતાનું પમ્પિંગ સ્ટેશન તથા 3,500 મીટર લાંબી ગ્રેવિટી અને પમ્પિંગ લાઈનનું કામ હાથ ધરાયું છે.આ કામગીરી પૂર્ણ થતાં નાંદોલી ગામમાં જળભરાવની સમસ્યાનું કાયમી નિવારણ થશે અને નાગરિકોને ચોમાસામાં મોટી રાહત મળશે.
