Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ 31.2 ટકા; વહેલું નિદાન સૌથી મોટું શસ્ત્ર : આરોગ્ય મંત્રી

Live TV

X
  • ગાંધીનગર: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, કેન્સર સામેની લડાઈમાં વહેલું નિદાન અને જાગૃતિ સૌથી મહત્વપૂર્ણ છે. બ્રેસ્ટ કેન્સરનું પ્રાથમિક તબક્કે નિદાન થાય તો તેની સારવાર વધુ અસરકારક બની શકે છે.

    મંત્રીએ 30 વર્ષથી વધુ વયની મહિલાઓને નિયમિત સ્વ-સ્તન તપાસ અને 40 વર્ષથી વધુ વયની મહિલાઓને ડિજિટલ મેમોગ્રાફી સ્ક્રીનિંગ કરાવવા અપીલ કરી હતી. શરીરમાં અસામાન્ય ગાંઠ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા GCRIનો સંપર્ક કરવા પણ અનુરોધ કર્યો હતો.

    ગુજરાતમાં મહિલાઓમાં જોવા મળતા તમામ પ્રકારના કેન્સરમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ 31.2 ટકા છે. GCRIના આંકડા મુજબ વર્ષ 2025માં બ્રેસ્ટ કેન્સરના 1,541 નવા કેસ નોંધાયા હતા. તેમાં 41થી 50 વર્ષના વયજૂથમાં  469 અને 51થી 60 વર્ષના વયજૂથમાં  436 કેસ નોંધાયા હતા.આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, GCRI ખાતે ડિજિટલ મેમોગ્રાફી, સર્જિકલ રોબોટ, સાયબર નાઈફ, સ્કેલ્પ કૂલિંગ, નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. PMJAY યોજના હેઠળ આ સેવાઓનો લાભ પાત્ર દર્દીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે.રાજ્ય સરકાર સૌને ગુણવત્તાયુક્ત અને સસ્તી કેન્સર સારવાર ઉપલબ્ધ કરાવવા તથા કેન્સરના વહેલા નિદાન માટે સતત પ્રયાસ કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
apply