Skip to main content
Settings Settings for Dark

પંચાયત તલાટી અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી

Live TV

X
  • ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરે વહીવટી સરળતા અને નાગરિકોની સુવિધા વધારવા પંચાયત તલાટી-કમ-મંત્રી અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી સાથે જોબ ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે આ નિર્ણયની માહિતી આપી હતી.

    નવા જોબ ચાર્ટ મુજબ પંચાયત તલાટી-કમ-મંત્રી ગ્રામ પંચાયત, ગ્રામ વિકાસ, સરકારી યોજનાઓના અમલીકરણ, વિવિધ પ્રમાણપત્રો, સ્વચ્છતા, પાણી પુરવઠો, ગ્રામસભા, જાહેર મિલકતો, ગૌચર અને પંચાયત હસ્તકની જમીન સહિતની કામગીરી સંભાળશે. PM-KISAN, PM-VISHWAKARMA, ઈ-ગ્રામ, ઈ-નિર્માણ કાર્ડ સહિતની ગ્રામ્ય કક્ષાની વિવિધ યોજનાઓનો પણ તેમાં સમાવેશ કરાયો છે.જ્યારે મહેસૂલી તલાટી મહેસૂલ અને જમીન સંબંધિત કામગીરી, જમીનના રેકર્ડ અને હકો, જમીન મહેસૂલની વસૂલાત, સરકારી જમીન, દબાણ, જમીન સંપાદન, પાક વીમો, ફાર્મર રજિસ્ટ્રેશન, પાક કાપણી પ્રયોગો અને કુદરતી આપત્તિ સમયે કૃષિ રાહત પેકેજ જેવી કામગીરી સંભાળશે.

    મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય કક્ષાએ 90 થી 100 જેટલા મુખ્ય કામો તથા વિષયવાર આશરે 290 જેટલી પ્રજાલક્ષી કામગીરીનો સમાવેશ થાય છે. બંને કેડરની મૂળ કામગીરી અને જવાબદારી સ્પષ્ટ થવાથી વહીવટી પારદર્શિતા વધશે અને નાગરિકોને ઝડપી તથા સરળ સેવાઓ મળી શકશે.જરૂરિયાત મુજબ બંને કેડર વચ્ચે પરસ્પર સંકલન જાળવવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. ખાસ કરીને કુદરતી આપત્તિ સમયે કૃષિ રાહત પેકેજ સહિતની કામગીરીમાં બંને તલાટીઓ સંકલનપૂર્વક કામગીરી કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-08-2026 Max Temp : °C Min Temp : °C
apply