અમદાવાદ: સ્કાઉટ ભવન પાલડી ખાતે અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળના શૈક્ષણિક સેમિનાર યોજાયો
Live TV
-
અમદાવાદ: સ્કાઉટ ભવન પાલડી ખાતે અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળના શૈક્ષણિક સેમિનાર યોજાયો
આજે અમદાવાદમાં સ્કાઉટ ભવન પાલડી ખાતે અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળના શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો. અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળ 1983 થી અર્થશાસ્ત્ર વિષયને રોચક બનાવવા અને વિદ્યાર્થીઓમાં લોકપ્રિય કરવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવે છે ત્યારે અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળ દ્વારા આજે ધોરણ 11 અને 12 માં ભણતા વિદ્યર્થીઓ માટે અર્થશાસ્ત્રનો શૈક્ષણિક સેમિનાર તેમજ અર્થશાસ્ત્રના વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર નિવૃત્ત શિક્ષકો તથા અર્થશાસ્ત્ર વિષયમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર 250 જેટલા છાત્રો તથા 100 જેટલા શિક્ષકોનું મોમેન્તો આપી સન્માન કર્યું હતું. આ અંગે વધુ માહિતી આપતા અર્થશાસ્ત્ર વર્તુળના પ્રમુખ ડૉ.જગદીશ ભાવસારએ જણાવ્યું હતું કે, સેમીનારમાં અર્થશાસ્ત્ર વિષય ના કઠિન મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
