Skip to main content
Settings Settings for Dark

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની વ્યક્ત કરી સંભાવના

Live TV

X
  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદની વ્યક્ત કરી સંભાવના

    રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં એક ઈંચ કે તેનાથી ઓછો વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર અને વીરપુરમાં સૌથી વધુ એક ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિજનનો કુલ 55 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 75.69 ટકા અને સૌરાષ્ટ્રમાં 73.68 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 29.69 ટકા અને મધ્ય ગુજરાતમાં 34.68 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં આજથી થી 30 જુલાઇ દરમિયાન પૂર્વ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે, જે મધ્ય પ્રદેશ સુધી આવતા ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. 3 થી 10 ઑગસ્ટ વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં હળવા થી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply