રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં એક ઈંચ અને તેનાથી ઓછો વરસાદ નોંધાયો
Live TV
-
રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 66 તાલુકામાં એક ઈંચ અને તેનાથી ઓછો વરસાદ નોંધાયો છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર અને વીરપુરમાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિજનનો કુલ 55% વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ વિસ્તારમાં 75.69%અને સૌરાષ્ટ્રમાં 73.68% વરસાદ નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 29.69% અને મધ્ય ગુજરાતમાં 34.68% વરસાદ નોંધાયો છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં આજથી 30 જુલાઇ દરમિયાન પૂર્વ ,ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે ,જે મધ્ય પ્રદેશ સુધી આવતા ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. 3 થી 10 ઑગસ્ટ વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.
