Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 130 શંકાસ્પદ કેસ

Live TV

X
  • રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 130 શંકાસ્પદ કેસ છે. જે પૈકી સાબરકાંઠામાં 12 અરવલ્લી, ખેડા, અને મહેસાણામાં 7  -7, મહીસાગર- 2,  પંચમહાલ અને  અમદાવાદ કોર્પોરેશનમાં 12 સહીત વિવિધ જીલ્લાઓમાં 130 કેસ જ શંકાસ્પદ છે.

    જેમાંથી કુલ 45 કેસ પોઝીટીવ છે. કુલ 52 દર્દીઓના મૃત્યુ નીપજ્યા છે, અને  38 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. તો   40 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. કચ્છમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુનો પ્રથમ કેસ સામે આવ્યો છે.અને બે કેસ પોઝિટીવ આવ્યા છે.

    શંકાસ્પદ અને પોઝીટીવ આવેલ કેસની આસપાસના વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. 5 લાખથી વધુ ઘરોમાં પાવડરથી ડસ્ટીગ કરવામાં આવ્યું છે. શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં પણ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી કામગીરીનું  સતત  મોનીટરીંગ કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply